INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી

બોર્ડમાં વહીવટી અને હિસાબી સત્તાઓ બોર્ડના અધિકારીઓને સોંપવા અંગેની સત્તા બોર્ડની ૧૪૧ મી બોર્ડ બેઠકમાં અધ્‍યક્ષશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે.

બોર્ડમાં હાલમાં વહીવટી બાબતોની સત્તા સોંપણી માટે પુનઃ વિચારણા કરી નીચે પ્રમાણે હુકમો કરવામાં આવે છે.

  1. બોર્ડમાં મુખ્‍ય વહીવટી અધિકારીને વહીવટી બાબતોને લગતી સત્તાની સોંપણી અત્રેની કચેરીના કાર્યાલય આદેશ નં. મહેકમ/જી-૭૮(૪)/૩૩૧૦૨, તા. ૧૦-૮-૨૦૦૦ થી હુકમો કરવામાં આવેલ. મુખ્‍ય વહીવટી અધિકારીની જગ્‍યા નાબૂદ થતાં અને વહીવટી અધિકારીની જગ્‍યા ઉપર નિમણૂક આપવામાં આવતાં તા. ૧૦-૮-૨૦૦૦ ના હુકમથી સોંપવામાં આવેલ મુખ્‍ય વહીવટી અધિકારીની સત્તાઓ મહેકમ શાખાના વડા તરીકે જુનિયર અધિકારીને અત્રેની કચેરીના કાર્યાલય આદેશ ક્રમાંકઃન:. મહેકમ/જી-૭૮(૪)/૧૧૧૦૪૩, તા. ૧૬-૪-૨૦૦૪ ના હુકમથી સોંપવામાં આવેલ હતી તે સત્તાઓ આ હુકમની તારીખથી રદ કરી વહીવટી અધિકારીને સોંપવામાં આવે છે.

    વધુમાં મહેકમ શાખાના વડા તરીકે મુખ્‍ય હિસાબી અધિકારીને ફરજો સોંપવામાં આવેલ હોવાથી તા. ૧૦-૮-૨૦૦૦ ના હુકમની શરત નં. ૩ પ્રમાણે શાખાના વડા તરીકે વહીવટી અધિકારીને જે સત્તાઓ સોંપવામાં આવેલ છે તે બધી જ સત્તાઓ મુખ્‍ય હિસાબી અધિકારી (મહેકમ) આપોઆપ ભોગવશે.
  2. બોર્ડની પ્રાદેશિક કચેરીમાં જુનિયર અધિકારી, વર્ગ-ર ને નીચે પ્રમાણે સત્તા સોંપણીના હુકમો કરવામાં આવે છે.
ક્રમ સત્તાનો પ્રકાર શરત
હંગામી, એડહોક કે રોજમદારીને ધોરણે કે કરાર ઉપર નિમણૂક અંગેના હુકમમાં સહી કરવાની સત્તા. સક્ષમ અધિકારીની મંજુરી અને સરકારની નીતિ મુજબ નિમણૂક આપવા અંગેની કાર્યવાહી પૂર્ણ થયેલ હોવી જોઇએ.


અ) હિસાબી અને વહીવટી બાબતોના રોજીંદા પત્રવ્‍યવહારમાં સહી કરવાની સત્તા જેમાં. જરુરી માહિતી મંગાવવી, સ્‍મૃતિ પત્રો પઠવવા. દરખાસ્‍ત મોકલવી વગેરેનો સમાવેશ થાય છે. નિર્ણય લેવાની સત્તા જેમને હોય તેવા સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી નોંધ ઉપર મેળવેલ હોવી જોઇએ.
બ) વહીવટી/નાણાંકીય હુકમોમાં સહી કરવાની સત્તા. નિર્ણય લેવાની સત્તા જેમને હોય તેવા સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી નોંધ ઉપર મેળવેલ હોવી જોઇએ.
ક) જે તે કચેરીના અધિકારી/કર્મચારીઓની રજાઓના હુકમોમાં સહી કરવાની સત્તા. રજા સક્ષમ અધિકારીશ્રીએ મંજુર કરેલ હોવી જોઇએ.
જે તે અધિકારી/કર્મચારીઓની સેવાપોથીની જાળવણીની સત્તા અને તેમાં નોંધ અધિકૃત કરવાની સત્તા. સંપૂર્ણ સત્તા
વાર્ષિક ઇજાફો છોડવાની સત્તા સરકારશ્રીની નીતિ મુજબ ઇજાફો મેળવવાનો રહેશે.
મહેકમ અને હિસાબને લગતી આંકડાકીય માહિતી વડી કચેરી / સરકારશ્રી અને અન્‍ય સંસ્‍થાઓમાં મોકલવાની સત્તા. સંપૂર્ણ સત્તા
પેશગી મંજૂરીના હુકમોમાં સહી કરવાની સત્તા. પેશગી સક્ષમ અધિકારીની સહીથી મંજૂર થયેલ હોવી જોઇએ.
રૂ. ૫૦,૦૦૦/- સુધીનાં બીલો પાસ કરવાની સત્તા. બીલો પાસ કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી લીધેલ હોવી જોઇએ.
કચેરીના અધિકારી /કર્મચારીઓના મુસાફરી ભથ્‍થાના બીલો પાસ કરવાની સત્તા. સક્ષમ અધિકારીની મંજૂરીથી
કચેરીમાં આવતા રોકડ અને ચેકની રસીદોમાં સહી કરવાની સત્તા. સંપૂર્ણ સત્તા
૧૦કચેરીની કેશબુકમાં રોજરોજની નોંધો પ્રમાણિત કરવાની સત્તા. સંપૂર્ણ સત્તા
૧૧ હાજરીપત્રક જાળવવાની સત્તા સંપૂર્ણ સત્તા
૧૨કચેરીના હિસાબી, વહીવટી પત્રકો જે સમયાંતરે વડી કચેરીએ મોકલવાનાં થાય છે તેમાં સહી કરવાની સત્તા. સંપૂર્ણ સત્તા
૧૩કચેરીની હિસાબી શાખામાં જાળવવામાં આવતા દરેક પ્રકારના પત્રકોમાં સહી કરવાની સત્તા. સંપૂર્ણ સત્તા
૧૪કચેરીમાં હિસાબી અને વહીવટી કર્મચારીમાં કામગીરીની વહેંચણીની સત્તા. પ્રાદેશિક અધિકારીની મંજૂરી મેળવ્‍યા બાદ.
ઉપરોકત હુકમો અધ્‍યક્ષશ્રીની અનુમતિથી કરવામાં આવે છે અને તે આ હુકમની તારીખથી અમલમાં આવે છે.
આગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board