XGN INFORMATION

When you harm nature, you harm your own future.

XGN Information
XGN InformationXGN Information
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ XGN [Xtended Green Node] ની સુવિધાની માહિતી
ઉપરના નવ તબક્કામાંથી પ્રથમ બોર્ડ પાસે હયાત ઔદ્યોગિક એકમોની ફાઇલોમાંથી દરેક એકમની અગત્‍યની મૂળભૂત માહિતી. જેમાં એકમનું નામ, સરનામું, ઇમેઇલ, એડ્રેસ, મોબાઇલ નંબર, ઉત્‍પાદનની વિગતો, પાણીનો વપરાશ તથા નિકાલ, હવા પ્રદૂષણની ક્ષમતા તથા હવા પ્રદૂષણના સાધનો, જોખમી કચરાની વિગતો, મેળવેલ કન્‍સેન્‍ટની સમય મર્યાદાનો સમાવેશ કરતા પ્રથમ સ્‍ક્રીનની ડીઝાઇન તૈયાર કરવામાં આવેલ તેના અત્‍યાર સુધીમાં આશરે ૧૪૯૦૦ જેટલા ચાલુ ઉદ્યોગો તથા ૪૬૦૦ જેટલા બંધ ઉદ્યોગની માહિતી ભરી દેવામાં આવેલ છે.

ત્‍યારબાદ આ ડેટા બેઝ પરથી કયા ઔદ્યોગિક એકમો કયા સીઇટીપીના સભ્‍ય છે. કઇ ટીએસડીએફના સભ્‍ય છે, કન્‍સેન્‍ટ કેટલા સમય સુધીની મેળવેલ છે. હવા પ્રદૂષણના સાધનો કેવા પ્રકારના છે, જેવી માહિતીના જીલ્લા, તાલુકા, ગામ/જીઆઇડીસી મુજબ રિપોર્ટ મળે તે માટેની ક્વેરી તથા રીપોર્ટ બનાવવાની સવલત આપી છે. આમ બોર્ડની કામગીરીમાં કયા એકમો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે કે કયા એકમો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવે છે તેની માહિતી ક્ષણભરમાં ઉપલબ્‍ધ છે. હવે આ માહિતીના રજીસ્‍ટરો બનાવી જાળવવાનીજરૂરિયાત રહેશે નહિ અને કાયદાનું અમલીકરણ ત્‍વરીત થઇ શકશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા ઔદ્યોગિક એકમો દ્વારા વાપરવામાં આવતા પાણીના જથ્‍થા પર સેસ ઉધરાવવામાં આવે છે. આ કામગીરી અત્‍યાર સુધી પત્ર વ્‍યવહારની મદદથી ચાલતી હતી. જેને હવે સંપૂર્ણપણે કોમ્‍પ્‍યુટરની મદદથી શરૂ કરવામાં આવે છે. જેથી માનવશકિત અને સ્ત્રોત્રોનો ઉપયોગ મહત્તમ થઇ રહેલ છે.

સાથે સાથે બોર્ડ દ્વારા રાજયમાં આવેલ દરેક ઔદ્યોગિક એકમોની સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે અને પાણી/હવાના પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતા ધરાવતા એકમોના નમૂનાઓ એકત્ર કરી તેના પૃથ્‍થકરણ કરવામાં આવે છે જેથી પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતાનો અભ્‍યાસ થઇ શકે. આ કામગીરી અત્‍યાર સુધી મહદઅંશે કોમ્‍પ્‍યુટરની મદદથી કરી તેના રીપોર્ટની પ્રિન્‍ટ ફાઇલોમાં રાખવામાં આવતા હતા. આ કામગીરીને પણ નવા સોફટવેર પ્રોગ્રામમાં સાંકળી લઇ હવે દરેક રીપોર્ટને જે તે એકમના ડેટાબેઝ સાથે સંકલિત કરી જયારે પણ અભ્‍યાસ કરવો હોય ત્‍યારે ફકત કલીક કરવાથી કોમ્‍પ્‍યુટરના સ્‍ક્રીન પર તે ઉપલબ્‍ધ થશે તેમજ આ કામગીરી સંકલીત થવાથી હવે પછીના દરેક પૃથ્‍થકરણ અહેવાલ સ્‍ક્રીન પર ઉપલબ્‍ધ થશે અને દરેકની સરખામણી શકય બનશે.
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board