XGN INFORMATION

When you harm nature, you harm your own future.

XGN Information
XGN InformationXGN Information
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ XGN [Xtended Green Node] ની સુવિધાની માહિતી
બોર્ડ દ્વારા માર્ચ-૦૮ની આ સોફટવેર www.gpcb.gov.in ની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. દરેક ઔદ્યોગિક એકમોને પાંચ આંકડાનો એક અલાયદા નંબર આપવામાં આવેલ છે, તેમજ દરેક એકમને પ્રથમ કોમ્‍પ્‍યુટર દ્વારા પાસવર્ડ આપવામાં આવે છે તેની મદદથી ઔદ્યોગિક એકમો તેમની અરજીઓ, ચુકવણી વગેરેની ઓનલાઇન કોઇપણ જગ્‍યાએથી જોઇ શકશે.

ઔદ્યોગિક એકમોને પાંચ વર્ષની કન્‍સેન્‍ટ આપવામાં આવે છે. આ દરેક કન્‍સેન્‍ટની અરજીઓ સાથે કારખાનાના નકશાઓ, ઉત્‍પાદન પ્રક્રિયાનું વર્ણન, કાચામાલની યાદી, ગંદાપાણી, હવા, ઘન કચરાના વ્‍યવસ્‍થાપનની વિગત, લધુ ઉદ્યોગો નંબર વગેરે માહિતીની નકલ રજૂ કરવાની રહે છે. જે હવેથી પીડીએફ ફોર્મમાં આ સોફટવેરમાં મુકવાના રહે છે. જેથી ભવિષ્‍યમાં જો કોઇ ફેરફાર ન હોય તો નવા દસ્‍તાવેજો રજૂ કરવાના રહેશે નહી. જયારે પણ આ દસ્‍તાવેજો ચકાસવા હોય ત્‍યારે ફક્ત કલીક કરવાની એક પછી એક દસ્‍તાવેજો ચકાસી શકાશે. આમ કામગીરીમાં ઘણોજ વેગ આવશે અને ઔદ્યોગિક એકમોને દસ્‍તાવેજો જાળવવાની કામગીરીમાંથી મુકિત મળેલ છે.

ઔદ્યોગિક એકમો તેમની અરજી કોઇપણ સમયે, કયા સ્‍તરે અરજી પહોંચેલ છે તેની વિગત તેમના સોફટવેર પર લોગઇન થવાથી મળી શકે છે.
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board