XGN INFORMATION

When you harm nature, you harm your own future.

XGN Information
XGN InformationXGN Information
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ XGN [Xtended Green Node] ની સુવિધાની માહિતી
ઔદ્યોગિક એકમોને આ સોફટવેરનાઉપયોગથી થયેલ અને થનાર ફાયદાની યાદી :
૧.કોઇપણ સમયે કયા અધિકારી/કર્મચારી પાસે કઇ અરજી/ફાઇલો ચકાસણી સ્‍તરે છે તેની માહિતી ઉપલબ્‍ધ થશે.
૨.રાજયમાં કયા જીલ્લામાં, કયા તાલુકામાં, કયા ગામમાં કેટલા ઔદ્યોગિક એકમો આવેલ છે, તેમની પ્રદૂષણ ક્ષમતા કેટલી છે, કેટલા ચાલુ છે તેમના ઉત્‍પાદનો કયા કયા છે વગેરે માહિતી ગમે તે ક્ષણે ફક્ત સેકન્‍ડોમાં મળશે.
૩.વોટર સેસના વાર્ષિક રીર્ટન સને ૨૦૦૭-૦૮ને ઓનલાઇન કરી દેવામાં આવેલ છે જેથી બોર્ડના સ્‍ટાફને પત્રક મારફતે મળતા રીર્ટનને કોમ્‍પ્‍યુટરમાં નાખવાની, ફાઇલો પર નોંધ કરી પરવાનગી લેવાની વગેરે કામગીરી કરવાની રહેશે નહી. જેથી માનવ બળ, માળખાકીય સુવિધા અને સમયનો બચાવ થશે.
૪.અરજીપત્રકો મફતમાં ડાઉન લોડ કરી શકાશ
૫.અરજી સાથે ભરવાની રહેતી ફીની ગણતરી ઓટોમેટીક થશે તેથી ફીની માહિતી માટે કચેરીની મુલાકાત લેવાની રહેશે નહિ.
૬.નજીકના ભવિષ્‍યમાં કન્‍સેન્‍ટ પીડીએફમાં બનાવી, અરજદારના ઇમેઇલ એડ્રેસ પર પણ મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન છે.
૭.નજીકના ભવિષ્‍યમાં મોબાઇલ એલર્ટ પણ આપવાનું આયોજન છે.
૮.સીઈટીપીના સંચાલકોને તેમના સભ્‍ય એકમોની યાદી તથા તેમના ગંદા પાણીનો જથ્‍થો મળી શકશે. જેથી ભવિષ્‍યમાં સીઈટીપીની ક્ષમતા વધારવા, કાર્યક્ષમતા વધારવા માટે આગોતરું આયોજન કરી શકે. તે જ રીતે જોખમી કચરાના નિકાલ સ્‍થળો પણ તેમના વિસ્‍તારમાં આવેલ તેમના સભ્‍ય એકમો વિષે માહિતી મેળવી શકશે.

પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board