XGN INFORMATION

When you harm nature, you harm your own future.

XGN Information
XGN InformationXGN Information
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ XGN [Xtended Green Node] ની સુવિધાની માહિતી
૧ માર્ચ, ૨૦૦૮થી ખુલ્લા મૂકવામાં આવેલ XGN પર ઉપલબ્‍ધ અગત્‍યની આંકડાકીય માહિતી :
૧.અત્‍યાર સુધીમાં ૧૪૯૭૨ ચાલુ ઔદ્યોગિક એકમોતથા ૪૬૯૯ બંધ ઔદ્યોગિક એકમોનો માસ્‍ટર ડેટાબેઝ તૈયાર થયેલ છે.
૨.અત્‍યાર સુધીમાં ૧૯૩ સીસીએ/ સીટુઈનો નિકાલ આ સોફટવેર મારફતે કરેલ છે.
૩.અત્‍યાર સુધીમાં રૂ. ૩,૩૦,૮૪,૦૦૦ ફીની રકમ સીસીએ/ સીટુઈની અરજીઓ સાથે મળેલ છે.
૪.અત્‍યાર સુધી ૧૪૦૪ ઔદ્યોગિક એકમોએ રજિસ્‍ટ્રેશન કરાવેલ છે.
૫.અત્‍યાર સુધી ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમોએ તેમની અરજીની માહિતી આ સોફટવેર લોગઈન થઈ મેળવેલ છે.
૬.આજ રોજ બપોરના ૧:૦૦ વાગ્‍યા સુધી ૭૮ ઔદ્યોગિક એકમો લોગઈન થયેલ છે.
૭.બોર્ડને રાજ્‍યમાં આવેલ દરેક સીઈટીપીના સભ્‍યોના નામ, કેટલો ગંદા પાણીનો જથ્‍થો સીઈટીપીમાં નિકાલ કરે છે. તેની વિગતો સાથે સીઈટીપીમાં કેટલો ગંદા પાણીનો જથ્‍થો આવે છે. તેની માહિતી દરેક ક્ષણની મળે છે. તે જ રીતે, જોખમી કચરાના સંયુકત નિકાલ સ્‍થળો માટે પણ આજ પ્રકારની વ્‍યવસ્‍થા તૈયાર કરવામાં આવી રહેલ છે.
૮.બોર્ડના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કોઈપણ ક્ષણે કયા વિસ્‍તારની કેટલી સીસીએ/ સીટુઈ પડતર છે, કયા અધિકારી/ કર્મચારી પાસે પડતર છે તેની વિગત જોઈ શકશે.
૯.૧/૩/૦૮થી અત્‍યાર સુધી ૮૧૪ સીસીએ તથા ૩૨૫ સીટુઈની અરજીઓ આ સોફટવેર મારફતે ઈન્‍વર્ડ કરી આગળ પ્રોસેસ કરવામાં આવેલ છે.
૧૦.૧/૪/૦૮થી અત્‍યાર સુધી બોર્ડની દરેક પ્રાદેશિક કચેરીઓએ કરેલ દરેક મુલાકાત અહેવાલની માહિતી આ સોફટવેરમાં ઉપલબ્‍ધ છે.
૧૧.બોર્ડની દરેક પ્રાદેશિક કચેરીઓને તેમના વિસ્‍તારમાં આવેલ ઔદ્યોગિક એકમોની સીસીએની મુદ્દત ક્યારે પૂરી થાય છે તેની વિગતો મળે છે. તેથી જે તે પ્રાદેશિક કચેરી દ્વારા સીસીએની મુદ્દત પૂરી થાય તે પહેલા રીન્‍યુઅલની અરજી માટેની કાર્યવાહી કરાવી શકે છે.
૧૨.રાજયમાં કયા જીલ્લામાં, કયા તાલુકામાં, કયા ગામમાં કેટલા ઔદ્યોગિક એકમો આવેલ છે, તેમની પ્રદૂષણ ક્ષમતા કેટલી છે, કેટલા ચાલુ છેતેમના ઉત્‍પાદનો કયા કયા છે વગેરે માહિતી ગમે તે ક્ષણે ફક્ત સેકન્‍ડોમાં મળશે.
પાછળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board