રાજયમાં લોકભિમુખ વહિવટ, રોકાણકારો માટેના સાનુકુળ વાતાવરણ ને લીધે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરીનું ફલક દિવસોદિવસ વિસ્તાર પામતું જાય છે. રાજયના ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણીને ગુજરાત રાજય સરકાર દ્વારા ખુબ જ અગત્યતા આપવામાં આવી રહેલ છે.
રાજયના વિકાસની ગતિને વધારવા માટે ઉદ્યોગોની ભુમિકા ઘણી જ અગત્યની છે. નવા આવનાર તથા હયાત ઉદ્યોગોમાં પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતા ધરાવતા ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટેની જરૂરી સુવિધાઓ તથા સાધનો લગાવે તે જોવાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી છે. જયારે રાજયનો ઔદ્યોગિક વિકાસ દર નવ ટકા કરતાં વધારે હોય અને પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતા ધરાવતા હયાત ઔદ્યોગિક એકમોની સંખ્યા ૧૫,૦૦૦ જેટલી હોય ત્યારે આ દરેક એકમ પ્રદૂષણ નિયંત્રણના કાયદા/નિયમોનું પાલન કરે તે જોવા માટેની કામગીરી ઘણી જ વિશાળ તથા પેચીદી બની જાય છે. જો આ કામગીરીને ફશ્રત માનવ બળની મદદથી ચકાસવાની હોય તો કામગીરીમાં માનવ બળની મોટી જરૂરિયાત ઉભી થાય છે. તદ્ઉપરાંત દરેક કામગીરીના મૂલ્યાંકન માટે રૂબરૂ પત્રો/પત્રકો/અહેવાલો ચકાસવાની તથા તેના પરની આનુષાંગિક કામગીરી કરવામાં ઘણા માનવ કલાકોનો વ્યય થાય તેમ છે. જે ઘ્યાને લઇ બોર્ડ દ્વારા દરેક અરજીના આખરી નિકાલ સુધીના દરેક તબક્કાને કોમ્પ્યુટર મારફતે કરાવવા માટેના સોફટવેર પ્રોગ્રામ તૈયાર કરવા માટે નેશનલ ઇન્ફરમેટિક સેન્ટર (એનઆઇસી), ગાંધીનગરને આ કામગીરી સોંપવાનું નક્કી કરવામાં આવેલ.
એનઆઇસી દ્વારા બોર્ડની કામગીરી, કોમ્પ્યુટરના માળખાકીય સગવડો તથા કામગીરીના Flow નો અભ્યાસ કર્યાબાદ બોર્ડની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટરાઇઝેશન કરવા માટેની કામગીરી નવ અલગ અલગ વિભાગમાં વહેંચી અને તબક્કાવાર અમલીકરણ માટેની કામગીરી હાથ ધરેલ છે. આ વિભાગો નીચે મુજબ છે.
૧. ઈન્ડસ્ટ્રીઝની મૂળભૂત માહિતી ૨. બોર્ડને કરવામાં આવતી અરજીઓની ચકાસણી તથા મંજૂરીઓ ૩. મુલાકાત અહેવાલ, લીધેલ પગલાં, ભૂતકાળની માહિતી સાથે ૪. વોટર સેસ ૫. લેબોરેટરીની કામગીરી ૬. બાયોમેડિકલ તથા મ્યુ. ઘન કચરા નિયમોના પાલનની કામગીરી ૭. કાયદાકીય કેસોની પ્રગતિ ૮. બિલ તથા આકારણીની ચૂકવણી ૯. પ્લાસ્ટિક નિયમો તથા ફલાય એશ અધિસૂચનાના પાલનની કામગીરી |